હિન્દ ન્યુઝ, ડાંગ
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના Special Rapporteur ડો. સાધના રાઉત તારીખ ૧૯ થી ૨૦ માર્ચ દરમિયાન અનુસૂચિત જનજાતિ સમુદયોના માનવ અધિકારોનું સંલકન મૂલ્યાંકન, જનજાતિ અધિકારોના પ્રદાન, વિકાસ કાર્યક્રમમો અને શાસન વ્યવસ્થાના મૂલ્યાંકન હેતુ ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ છે.
આ મુલાકાત વેળાએ ડો. સાધના રાઉતે આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી આહવા ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી,આદિજાતિ વિસ્તારોમાં અમલી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. જેમાં આદિજાતિ વિભાગ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, આંગણવાડી, મહિલા અને બાળ વિકાસના પ્રશ્નો જાણી અધિકારીઓને લોકોની સમસ્યા હલ કરવાં જણાવ્યું હતું. સાથે જ આગાખાન સંસ્થા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો મેળવી હતી.
આ સાથે જ જિલ્લામાં સ્થળાંતર અને કુપોષણ જેવી સમસ્યા નિવારણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવ, દક્ષિણ નાયબ વન સંરક્ષક નીરજ કુમાર, આદિજાતિ વિભાગ ગાંધીનગરના અધિકારી સી. જી. રાબડીયા સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકની કાર્યવાહી પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલ સંભાળી હતી.
