હિન્દ ન્યુઝ, ગાંધીનગર
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાનના અગ્ર સચિવ પી. કે. મિશ્રા તેમજ ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટકની પ્રેરક ઉપસ્થિતિમાં ગિફ્ટ સિટી ખાતે આયોજિત “IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-2026”ના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કર્યું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિવિધ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર્સ અને દેશભરમાંથી પધારેલા પ્રતિભાશાળી યુવાનોને સંબોધતા ગિફ્ટ સિટીના વિકાસ અને ભવિષ્યના વિઝનની વિસ્તૃત ભૂમિકા આપી.
ગિફ્ટ સિટી માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ, લાખો યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર છે : નાયબ મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગિફ્ટ સિટી ખાતે વિપ્રો લિ.ની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરીને મુલાકાત લીધી.
