રાજકોટ-જામનગર-અમદાવાદ ખાનગી ટ્રાવેલ્સમાં અને S.T બસમાં આવતા મુસાફરોના કોરોના ટેસ્ટ ફરજીયાત કરાવ્યા બાદ જ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે

રાજકોટ,

તા.૧૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ-અમદાવાદ વધતા કોરોનાના કહેર સામે અમદાવાદનુ તંત્ર સજ્જ થઈ ગયુ છે. રાજકોટ-જામનગર થી આવતી તમામ બસોના મુસાફોરના કોરોના ટેસ્ટ કરવામા આવે છે. ત્યારબાદ જ બસને અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામા આવે છે. ખાનગી અને S.T બસોમાં આવતા મુસાફરો જે રાજકોટ અથવા જામનગરથી આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પ્રવેશ પહેલા ટેસ્ટ કરાવામાં આવે છે. અને કોરોના રિપોર્ટ નેગેટિવ આવે ત્યારબાદ જવા દેવામાં આવે છે. કોરોના પોઝિટિવ આવતા લોકોને તેમને હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરે છે. છેલ્લા ૮ દિવસથી રાજકોટમા કોરોના ફાટી નીકળ્યો છે. આવી સ્થીતીમા અમદાવાદ આવતા લોકોનુ ખાસ ધ્યાન રાખવામા આવી રહ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment