બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં કપાસની ખેડૂતો ખેતી કરતા હોય છે ત્યારે આ વર્ષે ખેડૂતોને સતત ચોમાસુ જામ્યુ તેને લઈને જાણે કે કપાસમા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે

લાખણી,

લાખણી તાલુકાનાં અનેક ગામોમાં કપાસની ખેતી કરતાં ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે કપાસ લીલોછમ છતાં કેરીનાં બેસતા ખેડૂતોને જાણે કે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતરો માં ઊભેલો કપાસ લીલોછમ ક્યાંય નુકશાની નથી દેખાતી, છતાં કપાસ માં કેરી ન બેસતા કપાસ નો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં ઉભેલા આ કપાસ નથી સુકાયો કે ન પડ્યો નીચે, લીલોછમ કપાસ હોવા છતાં ધોધમાર વરસાદ ના કારણે કેરી ન બેસી પરિણામે ખેડૂતો એ વાવેલ કપાસ નાં પાક માંથી હાથ ધોવાની દહેશત નાં કારણે ખેડૂતોની ઊંઘ ઊડી ગઈ છે. વધારે પડતાં વરસાદ નાં કારણે કપાસ નાં ઝડવા પણ ખરી પડતાં કપાસ નો પાક નિષ્ફળતા ના આરે લીલોછમ દેખાતો આ કપાસ નો પાક ક્યાંય સહાય પણ ન અપાવે એવી પરિસ્થિતિ 33 ટકા બગાડ થયેલ ને નુકશાની મળશે પણ કપાસ નો પાક દેખાય છે લીલોછમ જે સહાય માંથી બાકાત રખાવસે અને ઉપજ પણ નહીં આપે એવી સ્થિતિ માં ખેડૂતનાં કપાળે લખાયેલ વીજ બિલ બિયારણ દવાઓ ખેડૂતો ને પડતા પર પાટુ મારે એવી પરિસ્થિતિ ક્યાં કહેવું કેમ કે કલિયુગ માં કુદરત જ કપાસ માં છેતરી રહ્યો છે, ત્યારે ક્યાંક સહાય અધિકારીઓ કપાસ ના ખેતરો ની સચોટ સર્વે કરી ને સહાય આપે તો કપાસ ના પાક માંથી બચી શકાય એમ છે બાકી કપાસ વાવનાર ખેડૂત નું રૂ નીકળવાનું નક્કી જ છે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment