માંડવી અને ઉમરપાડા પોલીસે કબ્જે લીધેલા વાહનોને પરત લઇ જવા વાહનમાલિકોને આખરી તક: દાવો ન થયેલા વાહનોની હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, સુરત 

      પશુ સંરક્ષણ હેઠળ માંડવી પો.સ્ટે. દ્વારા કબ્જે કરવામાં આવેલ સી સ્પાર્ક મોડેલની કાર અને ઉમરપાડા પો.સ્ટે. દ્વારા કબજે કરવામાં આવેલ બોલેરોના માલિકોને અવાર-નવાર પોતાના વાહન છોડાવી જવા ટપાલ દ્વારા નોટીસોથી જાણ કરવા છતાં વાહનો છોડાવ્યા ન હોવાથી માંડવી વિભાગના મદદનીશ પો.અધિક્ષકે હક્ક કે દાવો પ્રસિધ્ધ કરવા ઈચ્છુક વાહનોના માલિકોને વધુ એક તક આપી છે. વાહન પરત લઈ ન જનાર વાહનમાલિકો વાહન છોડાવવા માંગતા નથી તેમ સમજી હરાજીની પ્રક્રિયા કરાશે. વાહનોનુ લિસ્ટ માંડવી અને ઉમરપાડા પો.સ્ટે. ના નોટીસબોર્ડ પર તેમજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની વેબસાઈટ http://spsurat.gujarat.gov.in પર અપલોડ કર્યું હોવાનું મદદનીશ પો.અધિક્ષક- માંડવીની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment