દિયોદર,
ગુજરાત પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ નો પ્રારંભ થયો છે જેમાં આ વખતે કોરોના વાઇરસ ના કારણે મેળો બંધ રાખવાનો નિર્ણય લીધા બાદ જિલ્લા માં મીની અંબાજી ધામ ગણાતા સણાદર ખાતે પણ કોવિડ -19 ની પરિસ્થિતિ ધ્યાને લઇ આજ થી એટલે કે 29/8/2020 થી 2/9/2020 સુધી ભાદરવી મહાકુંભ નો પ્રારંભ સાથે મેળો મોકૂક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મીની અંબાજી ધામ ગણાતા સણાદર ખાતે માં અંબા બિરાજમાન છે અને અહીં દર ભાદરવી ચૌદસ અને પૂનમ બે દિવસ લાખો ભક્તો દર્શન અર્થ આવે છે જેમાં કાંકરેજ, ડીસા, લાખણી, ભાભર, સુઇગામ જેવા ગામો માંથી પણ મોટી સંખ્યા માં ભક્તો પગપાળા આવી માં જગત જનની માં અંબા ના આશિર્વાદ લે છે ત્યારે આ વખતે પરિસ્થિતિ ને ધ્યાને રાખી મેળો મોકૂક રાખ્યો છે આ બાબતે મંદિર ના મેનેજર ગજાજી માળી એ જણાવેલ કે દર વખતે અહીં ભાદરવી મહાકુંભ ના મેળા માં લાખો ભક્તો દર્શન કરવા આવે છે અને અહીં મેળો ભરાય છે પરંતુ આ વખતે કોવિડ 19 ની પરિસ્થિતિ અને સરકાર ની સૂચના મુજબ લોકો ના સાવચેતી માટે મેળો મોકૂક રાખવાનો નિર્ણય લીધો છે જેમાં મેળા માં આવતા દર્શનાર્થીઓ તેમજ બહાર ગામ થી આવતા તમામ વહેપારીઓ, ફેરિયાવાળા, દુકાનોવાળા તેમજ સ્ટોર્સવાળા અને મનોરંજન મેળા વાળા ને આવવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
કરશન ભગત સેવા ટ્રસ્ટ અને સણાદર ગ્રામ પંચાયત દ્વારા ભક્તો ને અપીલ ભાદરવી મહાકુંભ ના પ્રારંભ સાથે દરેક ભક્તો ને બોલ માંડી અંબે જય જય અંબે ના નાદ સાથે આ વખતે કોવિડ 19 ની પરિસ્થિતિ વચ્ચે મીની અંબાજી સણાદર ધામ ખાતે યોજાતા મેળા ને મોકૂક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દરેક ભક્તો આ નિર્ણય ને માન્ય રાખી દૂર દૂર થી આવતા માઈ ભક્તો અને ધંધા અર્થ આવતા વહેપારીઓ ને ઘર બેઠા માં અંબા ની ભક્તિ કરવા અનુરોધ કરાયો છે જેમાં 29/8/2020 થી 2/9/2020 દરમિયાન મંદિર નો મેળો મોકૂક રહેછે અને 3/9/2020 થી ભક્તો માટે મંદિર ના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર