રાજકોટ,
સામાજિક સેવાકીય શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે સતત લોક ઉપયોગી નિ:શુલ્ક કાર્યો કરતી રાજકોટની સુપ્રસિદ્ધ નામાંકિત સંસ્થા ‘સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ’ દ્વારા તા. ૨૯ ને શનિવારે (ભાદરવી અગિયારસ) ના રોજ હાલના કોરોના વાયરસની મહામારી ના સમયમાં ઔષધિ ગુણ ધરાવતી અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતી તુલસી ધર્મ પ્રેમી પ્રજા ના ઘેર ઘેર પહોંચે તેવા શુભ આશયથી રાજકોટના લોકપ્રિય મેયર બીનાબેન આચાર્ય અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી ના હસ્તે પંચનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને તા.29 ને શનિવારના સાંજે 5:00 કલાકે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
આ તકે પંચનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માકંડ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકોર, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ના ટ્રસ્ટ તૃપ્તિબેન ગજેરા, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ભાઈ ઠાકર, નાગરિક બેંક સેવા રોડ, શાખા વિકાસ સમિતિના કન્વીનર કાળુ મામા, ભાજપ વોર્ડ નંબર 10ના પ્રભારી માધવભાઈ દવે, ગુજરાત સ્ટેટ ભારત સ્કાઉન્ડ એન્ડ ગાઈડ ના ચીફ કમિશનર જનાર્દનભાઇ પંડયા, પીઢ પત્રકાર યશવંતભાઈ જાણી, વોર્ડ નંબર-2 ના ભાજપના પ્રમુખ અતુલ ભાઈ પંડિત, પૂર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શિતા બેન શાહ અને રોટરી ક્લબના ચેરપર્સન રેશ્માબેન સોલંકી, રાષ્ટ્રીય એકતા મંચ ના અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહી તુલસીના રોપાનું વિતરણ કરશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એડવાઈઝર કમિટીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકોર ના માર્ગદર્શન હેઠળ પ્રમુખ સુરેશભાઈ પરમાર, ગુણવંતભાઈ ભટ્ટ, મંત્રી પ્રકાશભાઈ વોરા, ખજાનચી હેમંતસિંહ ડોડીયા, ટેસ્ટી પ્રભાબેન વસોયા, દિવ્યાબેન રાઠોડ, પ્રવીણભાઈ ડોડીયા, વિજયભાઈ કારીયા, અરૂણભાઇ નિર્મળ, સાથે મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભા, મહામંત્રી દીપાબેન સહિત મેમ્બર સર્વેશ્રી પલ્લવીબેન ચૌહાણ, દેવયાનીબેન રાવલ, સીમાબેન અગ્રાવલ, હર્ષિદાબા કનોજીયા, શ્રદ્ધાબેન સિમેજીયા, રસીદાબેન સીધી, ભાવનાબેન ચતવાણી,મીનાક્ષીબેન લીંબાસીયા, વિરલ જોષી (એડવોકેટ), રશ્મિબેન લીંબાસીયા, ઉર્વશીબા ઝાલા, ડીલ્પાબેન મકવાણા, શીતલબેન પંડ્યા, અનિતાબેન કક્ક્ડ, માનસીબેન, માયાબેન ગોહેલ, ભાવનાબેન મહેતા, હેમાંગીબેન જોશી, ઈશ્વરબેન હરગુણ, યોગીતાબેન પંડ્યા, તૃપ્તિબેન ગજેરા (ક્રિષ્ના સાયન્સ સ્કૂલ), વર્ષાબેન નિમાવત તેમજ કિરીટભાઈ આડેસરા, ડેનિસભાઈ પટેલ, વિજયભાઈ પંડ્યા, કમલેશભાઈ રાઠોડ, કિરીટભાઈ કાનાબાર, દિનેશભાઈ દોશી, હર્ષદભાઈ વ્યાસ, ભરતભાઈ સોલંકી, દીપક ભાઈ મહેતા, સુનિલભાઈ ત્રિવેદી, કિશોરભાઈ ડોડીયા, સંજયભાઈ ગોહિલ, નિમિષભાઈ ધોળકિયા, કાનાભાઈ, છબીલભાઈ રાણપરા સહિત કાર્યકરો અગાઘ જહેમત ઉઠાવી રહેલ છે.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓ તેમજ સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનુસાર માસ્ક તેમજ હેન્ડ સેનિટાઈઝર થી સુરક્ષિત થઈને રોપા વિતરણ કરશે.