જામનગર,
ગત રોજ પટેલ કોલોની જામનગર મા ભવાની સેના ના ગુજરાત પ્રદેશ પ્રમુખ (મહિલા) નયનાબેન ચુડાસમા દ્વારા શૈલેન્દ્ર એફ જાડેજા ના જન્મદિવસ ના ઉપલક્ષમાં ગણેશ ચતુર્થી નો શુભ અવસર હોવાથી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામા આવી અને મહા આરતી કરવાની સાથે ભવાની સેના ગુજરાત પ્રભારી સ્વરૂપબા જાડેજા જા.જી. પ્રમુખ હિનાબેન અગ્રાવત, દક્ષાબેન વાઢોલીયા, કુર્પાબેન તેમહ આની સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભવાની સેના ના પ્રદેશ પ્રમુખ નયનાબેન ચુડાસમા અને મહિલા દ્વારા વિઘ્ન હર્તા ગણપતિ બાપા ને પ્રાર્થના કરી કે સુખ શાંતિ સમૃદ્ધિ તેમજ દુનિયામાં થી કોરોના વાયરસ થી ભગવાન વહલી તકે આ ભય થી તેમજ રોગ થી મુક્તિ આપે, સાથે દર વર્ષે ગણપતિ જી ની સ્થાપિત કરી પૂજા અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરીયે એવી અભિલાષા વ્યક્ત કરી હતી.
રિપોર્ટર : હિના અગ્રાવત, જામનગર
