હિન્દ ન્યુઝ, રાજકોટ
ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વ હેઠળ શિવભક્તિ, સેવા અને સંકલ્પની ભાવના સાથે ચાલતી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ ઘોઘાવદર થઈને ગોંડલ પહોંચી હતી, જ્યાં પદયાત્રાને ફટાકડાં ફોડીને ઉત્સાહભેર આવકારો અપાયો હતો.
છબીલા હનુમાનજી મંદિર નજીક પદયાત્રાનું આગમન થતાં બાળાઓએ પરંપરાગત રીતે સામૈયું કર્યું હતું. ‘હર હર મહાદેવ’, ‘ભારત માતા કી જય’ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. વિવિધ સમાજના આગેવાનોએ મંત્રીનું પુષ્પગુચ્છ અને શાલથી અભિવાદન કર્યું હતું.
આ પદયાત્રા ગોંડલ શહેરના જાહેર રસ્તા અને બજારોમાં ફરી હતી. ત્યારબાદ આ યાત્રા જામવાડી ગામ રાત્રિ રોકાણ અર્થે રવાના થઈ હતી.
