હિન્દ ન્યુઝ, વલસાડ
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકાના કાંગવી ગામમાં આવેલા વિદ્યા નંદેશ્વર મહાદેવ મંદિર ખાતે આર એસ એસ કાર્યકર મહેશભાઈ પટેલ તથા સતીશભાઈ પટેલના સહકારથી ‘‘સ્વસ્થ ભારત, સ્વસ્થ ગુજરાત તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’’ અભિયાન અંતર્ગત સર્વરોગ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
