હિન્દ ન્યુઝ, ભાભર
તા.7/8/2021ને શનિવારના રોજ ભાભર તાલુકા ના દેવકાપડી શ્રી રણછોડપુરા (દેવકાપડી) પ્રાથમિક શાળામાં કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગના કર્મચારીઓના સહકારથી અને રણછોડપુરા દૂધ મંડળી તથા શાળા પરિવાર, વાલીમંડળના સહયોગથી આ કેમ્પ રાખવામાં આવેલ. આ સેવાકેમ્પમાં દેવકાપડી ગામ અને રણછોડપુરા ખેતવિસ્તારના લગભગ 200 જેટલા લોકોએ લાભ લીધો હતો. આ સેવાકાર્યમાં દેવકાપડી ગામના હેલ્થ વર્કર ગણપતભાઈ જોષી, ભાવનાબેન ચૌધરી, આશાવર્કર બહેનો જિજ્ઞાબેન દવે અને મિત્તલબેન કાપડી, ભૂતપૂર્વ તા.પં.પ્રમુખ વક્તાભાઈ દેસાઈ, એસએમસી શિક્ષણવિદ બાબુભાઈ જોષી, એસએમસી અધ્યક્ષ મફાભાઈ પટેલ, શાળાના આચાર્ય અજીતસિંહ રાઠોડ, રણછોડપુરા દૂધમંડળીના મંત્રી સેધાભાઈ દેસાઈ તથા શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ રાવળ વગેરે હાજર રહ્યા હતા. હાજર રહેલ તમામ લોકોએ ખૂબ સરસ સેવાકાર્ય કરી આ કેમ્પના આયોજનને સફળ બનાવ્યું હતુ.
રિપોર્ટર : ભાવેશ સાધુ, ભાભર