હિન્દ ન્યુઝ, સુરત
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના અધ્યક્ષસ્થાને નવી સિવિલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ‘અંગદાન, મહાદાન’ અભિયાન ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ૭૦ થી વધુ વિદ્યાર્થીઓએ બનાવેલા અંગદાન જાગૃતિના પેઈન્ટિંગ અને પોસ્ટરોનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું.
આ પ્રસંગે દિલીપદાદા દેશમુખે વિદ્યાર્થીઓને ‘અંગદાન, મહાદાન’ના શપથ લેવડાવ્યા હતા અને ‘એક વિદ્યાર્થી-૧૦૦ પરિવાર’ના સંકલ્પ સાથે પ્રત્યેક વિદ્યાર્થી ૧૦૦ પરિવારને અંગદાન અંગે માર્ગદર્શન અને સમજ આપવાનું આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અંગદાન અભિયાનને જનઆંદોલન બનવા જઈ રહ્યું છે. જેથી અંગોની પ્રતિક્ષા કરી રહેલા દર્દીઓને સમયસર જીવનદાયી અંગો મળી શકે.
