હિન્દ ન્યુઝ, જૂનાગઢ
સુશાસનની નેમને સાર્થક કરતી જુનાગઢ જિલ્લાની કેશોદ મામલતદાર કચેરી, મહેસૂલી કામગીરીને ઝડપી બનાવવા કર્મચારીઓની તાલીમ પર ભાર અપાયો.
આયુષ્માન કાર્ડ વગેરે બાબતમાં જરૂરી રહેતા આવકનો દાખલો અરજદારે અરજી કર્યાના જ દિવસે આપવામાં આવે છે. એકસમયે ખેડૂતોની રેવન્યુ રેકર્ડમાં હક્કપત્રક નોંધ નામંજૂર થવાનો દર 10.91 ટકા હતો, તેને ઘટાડીને 0.90 ટકા સુધી લાવવામાં સફળતા મળી.
અધિકારી-કર્મચારીઓના પ્રયાસથી 83,337 રેશનકાર્ડ ધારકોનું MY RATION એપથી E-KYC થયું. જાન્યુઆરીથી કુલ 18184 દાખલા-પ્રમાણપત્રો અરજદારોને અપાયા.
