રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ઊર્જા સંરક્ષણમાં યોગદાન બદલ ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, સુરત

યુવાન ઉદ્યોગપતિ અને ‘ગ્રીનમેન’ તરીકે ઓળખાતા વિરલ દેસાઈને સતત ત્રીજીવાર ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડ પ્રાપ્ત કર્યો

ઊર્જા સંરક્ષણની સાથોસાથ પર્યાવરણ સંરક્ષણ માટે દક્ષિણ ગુજરાતમાં ૬.૫૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરનાર વિરલ દેસાઈને સાતમીવાર રાષ્ટ્રીય સન્માન થયું

સુરતમાં ઝેનિટેક્સ નામે પોતાનું ટેક્ષટાઈલ પ્રોસેસિંગ હાઉસ ધરાવતા વિરલ દેસાઈ ‘ગ્રીનમેન’ તરીકે જાણીતા છે

સુરતના ઉધના રેલ્વે સ્ટેશનને ક્લાયમેટ એક્શન અને ઈકો સિસ્ટમ રિસ્ટોરેશનની થીમ પર મોડેલ સ્ટેશન તરીકે તૈયાર કર્યું છે

        સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ઊર્જા સંરક્ષણમાં યોગદાન બદલ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા. ઊર્જા સંરક્ષણ માટે સતત ત્રીજીવાર નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડ પ્રાપ્ત થયો, સાથોસાથ પર્યાવરણ સંરક્ષણ માટે દક્ષિણ ગુજરાતમાં ૬.૫૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરનાર વિરલ દેસાઈને તેમના પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ માટે સાતમીવાર રાષ્ટ્રીય સન્માન એનાયત કરવામાં આવ્યું છે. વિરલ દેસાઈની કંપની ઝેનિટેક્સને ઉર્જા સંરક્ષણમાં ઉમદા પ્રદાન બદલ ટેક્ષટાઈલ ક્ષેત્રની કેટેગરીમાં દેશભરમાંથી પ્રથમ સ્થાન મળ્યું છે. 

Related posts

Leave a Comment