હિન્દ ન્યુઝ, ભાવનગર
વિધાનસભાની ખાતરી સમિતિ આગામી તા.21 થી 23 ડિસેમ્બર, 2025 સુધી જુનાગઢ અને ગીર સોમનાથના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રાણી સંગ્રહાલય, અભયારણ્ય, રેસ્ક્યૂ સેન્ટર સહિતના સ્થળોની મુલાકાત કરી અધિકારીઓ સાથે બેઠક કરશે.
ત્રિ-દિવસીય પ્રવાસ દરમિયાન સમિતિ પ્રથમ દિવસે ધોળકા GIDC અને નળ સરોવરની સ્થળ તપાસ કરીને સંલગ્ન અધિકારીઓ પાસેથી વિગતો મેળવશે, બીજા દિવસે સાસણગીર ખાતે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને રેસ્ક્યૂ સેન્ટરની મુલાકાત લેશે તેમજ ત્રીજા દિવસે જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, રેસ્ક્યૂ સેન્ટર, રેફરલ સેન્ટર, સારવાર કેન્દ્ર તેમજ અન્ય નૈસર્ગિક તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવશે.
