હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ કે. દવે દ્વારા ગાંધીનગર તાલુકાના કરાઈ–લીંબડીયા ગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લેવામાં આવી. આ દરમિયાન પંચાયત કચેરીની દફ્તર તપાસણી કરી નાગરિક સુવિધાઓને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ સાથે પ્રાથમિક શાળામાં યોજાયેલ સ્વચ્છતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કલેકટરએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે, આજના વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો છે, તેથી શાળા અને ઘરેથી સ્વચ્છતાના સારા સંસ્કાર વિકસાવવું અત્યંત આવશ્યક છે. આમ કહી તેમણે બાળકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા હતા.
