હિન્દ ન્યુઝ, દાહોદ
SSE India GIRL UNICEF ગુજરાત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, દાહોદના સહયોગથી બાલિકા પંચાયત સંમેલનનું તા.૧૬/૧૨/૨૦૨૫ના રોજ આદિવાસી મ્યુઝિયમ, ઇન્દોર રોડ, દાહોદ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસના અવસરને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમ બાળ અધિકાર અને બાલિકા નેતૃત્વને કેન્દ્રમાં રાખીને યોજાશે. કાર્યક્રમની થીમ ‘અધિકાર થી આત્મવિશ્વાસ સુધી: A Journey of Empowered Girls” રાખવામાં આવી છે.
SSE India દ્વારા બાળકોના અધિકારો, કિશોરી સશક્તિકરણ અને સમુદાય સ્તરે તેમની ભાગીદારી મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં મુખ્ય પહેલ ASPIRE (Adolescent Social Participation for Inclusive Rights and Empowerment) અંતર્ગત, પંચાયતો, શાળાઓ અને સમુદાય સંસ્થાઓ સાથે મળીને કિશોર-કિશોરીઓને નિર્ણય પ્રક્રિયામાં સક્રિય અને અર્થપૂર્ણ જોડાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ સંમેલનનો હેતુ બાલિકા પંચાયતના સભ્યોમાં અધિકારોની સમજણ વધુ મજબૂત કરવા અને પરિવર્તન લાવવાની તેમની ક્ષમતાને ઉજાગર કરવોનો છે. આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતના પ્રતિનિધિઓ, ફ્રન્ટલાઇન વર્કરો, અધિકારીઓ અને સમુદાય નેતાઓ સાથે મળીને બાળ અધિકાર અને લૈંગિક સમાનતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા અને અનુભવ-વિમર્શ કરશે.
