હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત પોલીસે 15 દિવસમાં જામીન પરથી ફરાર 41 આરોપીઓને પકડયા. જેઓ 15 જેટલા આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. પકડાયેલા તમામ આરોપીઓમાં ખૂન, બળાત્કાર જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા થઈ હોય તેવા આરોપીઓનો સમાવેશ થાય છે.
માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં, ટેકનિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને 41 આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસે ખૂબ મોટી જહેમત ઉઠાવી છે : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય
