વેરાવળ તેમજ પ્રભાસ પાટણ ગામે આધાર કાર્ડ કેન્દ્રો ચાલુ કરવા રજુઆત બાબતે

ગિર-સોમનાથ,

પ્રભાસ પાટણ તેમજ વેરાવળ ખાતે આધાર કાર્ડની કામગીરી નિયમિત રીતે ચાલું હતી જેના કારણે આ ગામના લોકોને તેનો સારો એવો લાભ મળતો હતો પરંતુ કોવિડ-૧૯ ની મહામારીનાં લીધે લોકડાઉન જાહેર થવાથી આશરે પાંચ મહિનાથી આ કેન્દ્રો બંધ કરી દેવામાં આવેલ છે જે અનલોક જાહેર કરી દેવામાં આવેલ હોવા છતાં પણ આધાર કાર્ડ કેન્દ્રો ફરી શરૂ કરવામાં આવેલ નથી જેનાં કારણે લોકડાઉન દરમિયાન ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનેક રાહત યોજનાઓમાં તેમજ હાલમાં RTE અંતગૅત બાળકોને શાળામાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવા આધાર કાર્ડની ખાસ જરૂરિયાત હોય પરંતુ ઉપરોક્ત કચેરી ખાતેથી આધાર કાર્ડ કેન્દ્રો બંધ હોવાથી તથા વેરાવળમાં ચાલતા કેન્દ્રો પણ બંધ હોવાથી વેરાવળ તાલુકાના લોકોને આધાર કાર્ડ ન હોવાથી, મેરેજ સર્ટિફિકેટ મેળવવા નામ સુધારો ન થવાથી, બાળકોનાં આધારકાર્ડ અપડેટ થઈ શક્યા ન હોવાથી સરકાર ની અનેક રાહત યોજનાઓના લાભથી વંચિત રહેવું પડયું છે તથા હાલમાં ચાલી રહેલ RTE અંતગૅત મફત અને ફરજિયાત શિક્ષણ હેઠળ પ્રવેશ મેળવવા આધાર કાર્ડ ન નીકળતા બાળકોને પ્રવેશથી વંચિત રહેવું પડે છે તેથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

આમ લોકોને ખાસ સ્પર્શતા આ પ્રશ્ર્નનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તે માટે વેરાવળ પાટણમાં અગાઉ ચાલતાં કેન્દ્રો તથા તે સિવાયના બીજા નવા કેન્દ્રો શરૂ થાય જેથી લોકોને ભીડ આ બે કેન્દ્રો ઉપર જ ન થાય અને કોવિડ-૧૯ ના નિયમોનું પાલન થાય, સોશ્યલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે માટે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી સામાજિક કાર્યકર બશિરભાઈ ગોહેલ, પ્રભાસ પાટણ વોડૅ નંબર 2 નાં કાઉન્સિલર મુસાભાઈ વાકોટ દ્વારા નાયબ કલેકટરનાં માધ્યમથી જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી ને પ્રભાસ પાટણ તેમજ વેરાવળ ખાતે તાત્કાલિક ધોરણે આધારકાર્ડ કેન્દ્રો ચાલુ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment