દાહોદ જિલ્લામાં શહેર અને ગ્રામ્યમાં કુલ ૫૫ જેટલા નિ:શુલ્ક યોગ વર્ગ તેમજ 3 કેમ્પ મેદસ્વિતા મુક્તિ માટેના કાર્યરત

હિન્દ ન્યુઝ, દાહોદ 

     ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના તાલુકાના અંતરિયાળ ગામ ડુમકા ખાતે યોગ ટ્રેનર અનિલભાઈ દ્વારા યોગ વર્ગ ચલાવવામાં આવે છે. જેમાં ગામના લોકો વહેલી સવારે યોગ શીખવા આવે છે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઇ યોગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સમગ્ર ગુજરાતભરમાં આવા યોગ વર્ગ ચલાવી રહ્યું છે. જેથી કરીને હવે ફક્ત શહેરમાં જ નહિ પરંતુ ગામડાઓમાં પણ લોકો યોગ કરતા થયા છે.

આ યોગવર્ગ નો આવનાર સમયમાં દરેક ગામ સુધી યોગ વર્ગ શરુ થાય તેવો લક્ષયાંક છે. લોકો હવે સ્વાસ્થ્ય માટે જાગૃત થઇ રહ્યા છે અને ભ્રામક માન્યતાઓથી દૂર રહી યોગ તરફ આગળ વધી રહ્યા છે. દાહોદ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેર અને ગ્રામ્યમાં કુલ ૫૫ જેટલા નિ:શુલ્ક યોગ વર્ગ ચાલી રહ્યા છે. તેમજ 3 કેમ્પ મેદસ્વિતા મુક્તિ માટે ચાલી રહ્યા છે. આ દરમ્યાન જિલ્લા કો-ઓર્ડીનેટર રાહુલકુમાર પરમાર દ્વારા આ યોગ વર્ગની મુલાકાત લેવામાં આવી હતી.

Related posts

Leave a Comment