હિન્દ ન્યુઝ, ડુમસ
ડુમસના સમાજસેવી દીપકભાઈ ઇજારદાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના હાડકાના વોર્ડ અને મેડિસીન વિભાગમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓને ૨૦૦ બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાનો સંપર્ક કરી દીપકભાઈએ નવી સિવિલમાં દર્દીઓને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મળે એવા સેવાકીય હેતુ સાથે બ્લેન્કેટ અર્પણ કર્યા હતા. શ્રી ઇજારદાર દ્વારા નવી સિવિલમાં રૂ.૪.૫૦ લાખનું અદ્યતન ઈ.સી.જી. મશીન પણ અર્પણ કરવામાં આવ્યું છે.
