સુબીર તાલુકાના ગવ્હાણ આશ્રમ શાળા ખાતે “બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતગર્ત જાતિય ગુનાઓ સામે બાળકને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (POCSO) નો સેમિનાર યોજાયો

હિન્દન્યુઝ, ડાંગ 

   ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ.મનિષાબેન.એ.મુલતાની માર્ગદર્શન હેઠળ તા. ૨૨ નવેમ્બરના રોજ એસ્પિરેશનલ બ્લોક સુબીર તાલુકાના ગ્વ્હાણ આશ્રમ શાળા ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ જાતિય ગુનાઓ સામે બાળકને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (POCSO) નું એક દિવસીય સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

આ સેમિનારમાં બાળ સુરક્ષા એકમના લિગલ કમ પ્રોબેશન ઓફીસર શ્રી જિગ્નેશભાઈ વળવી દ્વારા POCSO કાયદા વિશે વિશેની સમજ આપતાં જણાવ્યું હતું કે, બાળકોને યૌન શોષણ જેવા ગંભીર ગુનાહોથી સુરક્ષિત રાખવા માટે ભારત સરકારે વર્ષ ૨૦૧૨ માં POCSO Act (Protection of Children from Sexual Offences Act) અમલમાં મૂક્યો છે.

 આ કાયદો ૧૮ વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને સંપૂર્ણ કાનૂની રક્ષણ આપે છે અને યૌન ગુનાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી કડક સજાની જોગવાઈ કરે છે. POCSOનો મુખ્ય ઉદ્દેશ બાળકોને સુરક્ષા આપવી, દોષિતને કઠોર સજા, બાળકને કાનૂની અને માનસિક રક્ષણ, સમાજમાં જાગૃતિ નીમવી વિગેરે છે. જેમા દંડ અને સજાઓ ૩ વર્ષથી લઈને આજીવન કેદ સુધી,દંડની જોગવાઈ પણ છે. શિકાયત ક્યાં કરી શકાય? નજીકના પોલીસ સ્ટેશને (24/7 FIR ફરજિયાત), Childline ૧૦૯૮ પર કોલ,સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટ (SJPU), જિલ્લા બાળ સુરક્ષા એકમમા કરી શકે છે. 

 મહિલા અને બાળ અધિકારી ડૉ. મનિષાબેન મુલતાનીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (POCSO) અંતર્ગત જાતીય હુમલા, જાતીય સતામણી અને પોર્નોગ્રાફીના ગુનાઓથી બાળકોને રક્ષણ આપવા માટે એક મજબૂત કાનૂની માળખું પૂરું પાડવા માટે, ન્યાયિક પ્રક્રિયાના દરેક તબક્કે બાળકના હિતનું રક્ષણ કરવા માટે, ઘડવામાં આવ્યો હતો. આ કાયદાની રચનામાં બાળ-મૈત્રીપૂર્ણ રિપોર્ટિંગ, પુરાવા રેકોર્ડ કરવા, તપાસ અને નિયુક્ત વિશેષ અદાલતો દ્વારા ગુનાઓની ઝડપી સુનાવણી માટે પદ્ધતિઓનો સમાવેશ કરીને તેનો ઉપયોગ સરળ બનાવીનેબાળકોને પ્રથમ સ્થાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. POCSO એક્ટ વિવિધ પ્રકારના ગુનાઓનો ઉલ્લેખ કરે છે જેના હેઠળ આરોપીને સજા થઈ શકે છે. તે શિશ્ન-યોનિમાર્ગ પ્રવેશ સિવાયના અન્ય પ્રકારોના પ્રવેશને માન્યતા આપે છે અને બાળકો સામેના અભદ્ર કૃત્યોને પણ ગુનાહિત બનાવે છે. આ કાયદા હેઠળના ગુનાઓમાં સામેલ છે તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલ

 વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાઓ માટેના સહાય કેન્દ્રની વિગતવાર કામગીરી જણાવી હતી તેમજ તેમણે જણાવ્યું હતું કે, હિંસાનો ભોગ બનેલી મહિલાઓને તત્કાળ તબીબી, કાયદાકીય, પોલીસ અને રહેઠાણની સહાય એક જ છત નીચે પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, સુબીર પોલીસ સ્ટેશન PBSCના કાઉન્સેલર દ્વારા યોજનાકીય માહિતી પુરી પાડવામાં આવી હતી.

Related posts

Leave a Comment