હિન્દ ન્યુઝ, ગાંધીધામ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવરચિત ગાંધીધામ મહાનગરપાલિકાને એક જ દિવસમાં એકસાથે રૂપિયા 176 કરોડના 66 વિકાસ કામોની ભેટ આપી. સાથે જ ડૉ. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પી તેઓની પુનઃસ્થાપિત પ્રતિમાનું અનાવરણ તેમજ નવનિર્મિત ફ્લાયઓવરનું ‘ડૉ.બાબા સાહેબ આંબેડકર બ્રિજ’ નામકરણ કર્યું.
નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ શહેરમાં આકાર લેનાર મૉડેલ ફાયર સ્ટેશન, સ્માર્ટ લાઇબ્રેરી, આઇકોનિક પ્રવેશદ્વાર, બગીચા, રોડ – રસ્તા, ગટર, પાણી સહિતના વિકાસ કામો થકી શહેરને નવી ઓળખ મળશે.
ગુજરાતના મહત્ત્વના ઔદ્યોગિક કેન્દ્ર તથા કચ્છના ઇકોનોમિક કેપિટલ ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરાવવાની રાજ્ય સરકારની નેમ : મુખ્યમંત્રી
