સુરતમાં મતદાન ખાસ સઘન સુધારણા (SIR) કેમ્પમાં મતદારોમાં દેખાયો ઉત્સાહ

હિન્દ ન્યુઝ, સુરત

     હાલ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત શનિવાર અને રવિવારે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે રવિવારે પણ મતદાન મથકે મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

                અડાજણના રામેશ્વરમમાં રહેતા ભરત પટેલે જણાવ્યું કે, BLOના સહકારને કારણે આખી પ્રક્રિયા ખૂબ સરળ બની ગઈ. BLOએ અમારા ઘરે આવીને ફોર્મ આપ્યું અને ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્પષ્ટ અને સરળ સમજણ આપી હતી. આ કારણે મને ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડી. આજે મેં જરૂરી પુરાવા સાથે ફોર્મ સંપૂર્ણ રીતે ભરીને સમયસર મતદાન મથક પર જમા કરાવ્યું છે. SIR કેમ્પ હેઠળ મળી રહેલી આ સેવાથી મતદારોને ઘરઆંગણે ખરેખર મોટી સુવિધા મળી રહી છે. 

Related posts

Leave a Comment