મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ભવનનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

          રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ભવનનો ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનામાં માને છે અને તેમનો કાર્યમંત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ રહ્યો છે. વડાપ્રધાનએ મુખ્યમંત્રી તરીકે જ્યારે ગુજરાતના વિકાસની શરૂઆત કરી, ત્યારે માત્ર એક શહેર કે એક ઝોન નહીં, પરંતુ આખા ગુજરાત માટે વિચાર કર્યો હતો. તેમણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વીજળી,રોડ, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ સુધારવાની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ, ૨૦૦૩ માં, વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી, જેથી ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે ગ્લોબલ પ્લેટફોર્મ મળી શકે. આજે ગુજરાત તેના ફળ મેળવી રહ્યું છે. દુનિયાની ટોપ ૫૦૦ ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓમાંથી ૧૦૦ થી વધારે ગુજરાતમાં સ્થિત છે.

Related posts

Leave a Comment