મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાં હસ્તે જનકલ્યાણકારી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

હિન્દન્યુઝ, રાજકોટ

      ‘શહેરી વિકાસ વર્ષ 2025’ ની ઉજવણી અંતર્ગત, રાજકોટ મહાનગરપાલિકાના અંદાજે રૂ. 545 કરોડથી વધુના જનકલ્યાણકારી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાં હસ્તે કરવામાં આવ્યું.

   આ અવસરે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા 709 આવાસોની ફાળવણી માટેનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો સંપન્ન થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ આવાસ પ્રાપ્ત કરનાર સૌ પરિવારોને સુખમય જીવનની શુભકામના પાઠવી હતી.

આ ઉપરાંત, આ અવસરે મુખ્યમંત્રી એ રાજકોટ શહેરના સુદ્રઢ વિકાસની સાથે ભવિષ્યના આયોજનને દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું.

વધુમાં મુખ્યમંત્રી એ જણાવ્યું કે, સમગ્ર ગુજરાત જ્યારે શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે શહેરી વિકાસને ગતિ આપતા આ પ્રકલ્પો રાજકોટવાસીઓ માટે ‘ઇઝ ઓફ લિવિંગ’માં વધારો કરનારા બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે વર્ષ 2005માં ‘શહેરી વિકાસ વર્ષ’ની ઉજવણી શરૂ કરાવીને શહેરી વ્યવસ્થાપનની પરિભાષા બદલી દીધી હતી. 

શહેરીકરણના પડકારોને એક સમસ્યા નહીં, પરંતુ પ્રગતિ અને પરિવર્તનના અવસર તરીકે જોવાના તેઓના અભિગમ પર ગુજરાત સરકાર હરહંમેશ કાર્યરત રહી છે. 

રાજ્યમાં શહેરી વિકાસ હવે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ કરવા સુધી સીમિત ન રહેતા નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનું મિશન બન્યું છે.

રાજકોટમાં થઈ રહેલા આ સર્વસમાવેશક વિકાસકાર્યો લોકોને આર્થિક સમૃદ્ધિ સાથે ઉત્તમ જીવનશૈલીની સુવિધા પણ પૂરી પાડી રહ્યા છે.

રાજકોટ આ જ ગતિએ વિકાસના પથ પર આગળ વધીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે તેવો વિશ્વાસ આ અવસરે વ્યક્ત કર્યો.

Related posts

Leave a Comment