હિન્દ ન્યુઝ, માળિયાહાટી
હાલ સમગ્ર રાજ્યમાં વાહકજન્ય અટકાયતી અંતર્ગત હાઉસ ટુ હાઉસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં પણ તા.૧૦/૧૧/૨૦૨૫ થી તા.૨૧/૧૧/૨૦૨૫ હાથ ધરવામાં આવી હતી.
માળિયાહાટીના તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડાભી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેશ કછોટ, મેલેરિયા સુપરવાઈઝર ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. અને લોકોને નકામું પાણી ભરી ન રાખવા અને તમામ પાણીના વાસણો, ટાંકાઓ ઢાંકીને રાખવા જણાવવામાં આવ્યું હતુ. સાથે સાથે પોતાનાશક કામગીરી કરવામાં આવી તેમજ મેડિકલ ઓફિસરઓ, આયુષ મેડિકલ ઓફિસર દ્વારા ફિલ્ડ મુલાકાત કરવામાં આવી હતી. આ અંગે લોકજાગૃતિ લાવવા વિવિધ શિબિરો નું આયોજન કરવામાં આવ્યું હતુ.
