હિન્દ ન્યુઝ, જૂનાગઢ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાની એક દિવસીય ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી – 2026માં યોજાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીએ પોતાના જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢને મોકલી આપવાનું રહેશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક 14 થી 35ની વય ધરાવતા યુવક –યુવતીઓએ તા. 30 નવેમ્બર, 2025 સુધીમાં અરજી કરવાની રહેશે.
