હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ચૂંટણી પંચ દ્વારા SIR (Special Intensive Revision) ની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરાઈ રહી છે, જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ફોર્મ ભર્યું.
મતદાર યાદીની સુધારણા માટે આ કામગીરી ખૂબ અગત્યની છે. આના લીધે ચૂંટણી અને મતદાનની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શી થશે. અને હા, આ ફોર્મ ભરવું સરળ છે. એટલે આપ સૌ પણ અગ્રતા આપીને આ ફોર્મ ભરશો તેવો ખાસ આગ્રહપૂર્વક અનુરોધ કરું છું. : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આવો, SIR ની આ કામગીરીમાં સહયોગ કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં આપણું યોગદાન આપીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


