હિન્દ ન્યુઝ, જસદણ
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય ગુર્જરનાં અધ્યક્ષ સ્થાને જસદણ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષીક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો.
લોકદરબારની અંદર જસદણ શહેરમા આમ નાગરિકોને પડતી મુશ્કેલીઓ વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી. જેમ કે દારૂ, લુખ્ખાગીરી, ટ્રાફિક જેવી કોઇ સમસ્યા હોય તો કોઇ પણ ડર વગર પોલીસનો સંપર્ક કરવા પોલીસ અધિક્ષક દ્વારા જણાવમાં આવેલ સાથેજ તેરા તુજકો અર્પણ અંતર્ગત ખોવાયેલ મોબાઈલ અને ફોર્ડમાં ગયેલ પૈસા મુળ માલિકને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, નાયબ પોલીસ કે.જી.ઝાલા, જસદણ પી.આઈ સિધ્ધરાજસિંહ ગોહિલ ના હસ્તે પરત કરવામા આવેલ. પોલીસ લોકદરબામા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અશોકભાઇ ધાધલ, રાજકીય આગેવાન ચંદુભાઇ કચ્છી, નરેશભાઈ દરેડ, પંકજભાઈ ચાંવ, સોનલબેન વસાણી, મધુભાઈ જસદણ શહેરના રાજકીય સામાજીક આગેવાનો કોર્પોરેટર અને સરપંચો ઊપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

