163- લિંબાયત વિધાનસભામાં આયોજિત “સરદાર @150 યુનિટી માર્ચ” અંતર્ગત પદયાત્રા કાર્યક્રમ

“સરદાર @ 150 – એકતા, અખંડતા અને વિકાસનું પ્રતિક”🇮🇳

હિન્દ ન્યુઝ, સુરત

     રાષ્ટ્રની એકતા-અખંડતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે 163- લિંબાયત વિધાનસભામાં આયોજિત “સરદાર @150 યુનિટી માર્ચ” અંતર્ગત પદયાત્રાનો લિંબાયત ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો.

આજના આ શુભ અવસરે લિંબાયત ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, તેમને ભાવપૂર્વક વંદન કર્યા.

આરઝી હકૂમત સૌ સેનાનીઓને વંદન પાઠવ્યા અને ઉપસ્થિત સૌ નાગરિકોને સંબોધન કરી આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે આહવાન કર્યું. આ પ્રસંગે સૌની સાથે આત્મનિર્ભર ભારતના શપથ લીધા.

આ પદયાત્રામાં ભરૂચ જિલ્લા પુર્વ પ્રમુખ મારૂતિસિંહજી અટૌદરિયા, સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ, 163- લિંબાયત વિધાન સભાનાં કોર્પોરેટરઓ, વોર્ડ પદાધિકારીઓ, સમાજના તમામ વર્ગો, શાળાના વિદ્યાર્થીઓ, NCC, NSS, માય ભારત વોલંટીયર્સ, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો, રમતવીરો, પ્રબુદ્ધ નાગરિકો, કામદારો, સામાજિક સંસ્થાઓ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકોએ સહભાગી થઈને વાતાવરણને દેશપ્રેમના રંગે રંગી દીધું હતું. 

Related posts

Leave a Comment