હિન્દ ન્યુઝ, નવસારી
સમાજ પ્રભાવિત થાય તે જરૂરી નથી,સમાજ પ્રકાશિત થવો જોઈએ. સમાજના વંચિત માણસોને સુધારવા નહિ, સ્વીકારવું જરૂરી છે : મંત્રી રમણીકલાલ ટંડેલ
શ્રી નવસારી માછી સમાજ, નવસારી દ્વારા સેન્ટ્રલહોલ એક્ઝામિનેશન હોલ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સમાજનાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત અને સમાજ સંગઠનની ભાવનાને મજબૂત કરવા માટે સ્નેહમિલન અને પારિતોષિક વિતરણ સમારોહમાં અભ્યસમાં શ્રેષ્ઠતા દાખવનાર તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિવીરોનું ટ્રોફી દ્વારા સન્માન કરાયું હતું. સમારોહનાં પ્રમુખ ઈશ્વરભાઈ એન.ટંડેલે સૌને આવકારી સમાજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને ભાવિ કાર્યક્રમની ઝાંખી કરાવી, યુવા સંગઠન સમિતિ અને મહિલા સંગઠન સમિતિના કાર્યોને બિરદાવ્યા હતા. મંત્રી રમણીકલાલ વી.ટંડેલે સંસ્થાની સ્થાપના અને પ્રગતિનો અહેવાલ રજૂ કરી સમાજ પ્રભાવિત થાય તે જરૂરી નથી,સમાજ પ્રકાશિત થવો જોઈએ એમ જણાવી આપણાં સમાજમાં પણ કેટલીક વિચરતી જાતિના લોકો હોય છે. જેઓ સરનામાં વગરના માણસો છે. એમની પાસે માનવીની પ્રથમ ત્રણ પાયાની જરૂરિયાત કહી શકાય તેમાંથી એક પણ નથી. એમની પાસે પૂરતી રોટી નથી, પૂરતા કપડાં નથી અને ભાડાનું મકાન પણ નથી. ઉપર આભ અને નીચે ધરતી રાખી દરિયાકિનારે રહી સતત વિચરણ કરતી આ માનવ જાતિ પાસે ઉત્તમ પ્રકારનો હુન્નર છે. કાબિલેદાદ કળા છે. એમને માત્ર થોડી હૂંફની જરૂર છે. સમાજના આવા વંચિત માણસોને સુધારવા નહીં, સ્વીકારવું જરૂરી છે. જે લોકો વર્ષોથી સભ્ય સમાજની ઉપેક્ષાનો ભોગ બનતા આવ્યા છે. એની અપેક્ષાઓ સંતોષાય, એનો સમાજ સ્વીકાર થાય, એમના બાળકોને યોગ્ય શિક્ષણ મળે, સમાજમાં રહેલા અંધશ્રદ્ધા, વ્યસન અને વેરઝેર જેવા દુર્ગુણો ઓછા થાય તે માટે સમાજના માધ્યમથી એમને થોડો સધિયારો મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મંચસ્થ મહેમાનોને પુસ્તક અને સ્મૃતિ ભેટથી સન્માનિત કરવામાં આવ્યા. સમાજના ગણમાન્ય વ્યક્તિઓનું સ્વાગત પુષ્પગુચ્છથી કરાયું હતું. કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર અને દેશભક્તિ ગીત અને ભારત કી બેટી નૃત્ય રજૂ થતાં સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. સમારંભમાં પ્રમુખ દેવજીભાઈ પી. ટંડેલે જણાવ્યું કે, સેવા, સમર્પણ, સદાચાર અને સમયપાલન જીવનનાં પાયા છે. જીવનમાં અને સંસ્થામાં શ્રદ્ધાને વિશ્વાસ મહત્વના છે.

મુખ્ય મહેમાન ભરતભાઈ ટંડેલ બિલ્ડર સુરત એ જણાવ્યું કે, તેજસ્વી તારલાઓને ઉચ્ચ અભ્યાસ માટે કોઈ મુશ્કેલી નહીં પડે, તેઓ સફળ થાય અને સમાજની ખ્યાતિ ફેલાય તે માટે અભ્યાસ અંગેની આર્થિક સહાય મળી જશે એવી ઉદારતા રાખવી હતી.
સમારંભના ઉદ્ઘાટક સોમાભાઈ ટંડેલે સમાજ માટે મંડળોએ એક થઈને સમાજ સુધારણા, સમાજ વિકાસ માટે આગળ આવવું પડશે !
અતિથિ વિશેષ ડૉ.દિપાલી ટંડેલે દીકરીઓને સ્વસ્થ વાતાવરણ મળે તે માટે માતા- પિતા અને સમાજ જાગૃત રહે તો વિકાસ થાય. ડૉ.અંકિત ટંડલે સંગઠનની મજબૂતીથીજ સમાજ મજબૂત બનતો હોય છે. ધર્મેન્દ્ર ટંડેલે સમાજ દ્વારા શિક્ષણ પ્રત્યે બાળકોમાં રુચિ વધે તે માટે પ્રેરણા પૂરી પાડવી જોઈએ એવો વિચાર વ્યક્ત કર્યો. કાર્યક્રમનું સુચારુ સંચાલન રાજેશભાઈ ટંડેલ અને આભાર વિધિ પ્રો.જે.કે.ટંડેલે આટોપી સૌએ સુરુચિ ભોજન લઇ સફળ સમારોહની પ્રતિતિ કરાવી હતી.
લોકો વર્ષોથી સભ્ય સમાજની ઉપેક્ષાઓનો ભોગ બનતા આવ્યા છે. એની અપેક્ષાઓ સંતોષાય, એનો સમાજ સ્વીકાર થાય, એમના બાળકોને યોગ્ય શિક્ષણ મળે, સમાજમાં રહેલા અંધશ્રદ્ધા, વ્યસન અને વેરઝેર જેવાં દુર્ગુણો ઓછાં થાય તે માટે સમાજના માધ્યમથી એમને થોડો સધિયારો મળે તેઓ સમાજ પ્રયાસ કરી રહ્યો છે.

