એકતાનગરના આંગણે ભારત પર્વ – 2025ની ઉજવણીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રાજ્યના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સહભાગી બન્યા.

હિન્દ ન્યુઝ, વડોદરા

   ભારત પર્વમાં રાજસ્થાનનું ઘુમર નૃત્ય, ગુજરાતનો રાસ અને આસામના બીહુ નૃત્ય થકી કલાકારોએ પોતાના રાજ્યની કલા – સાંસ્કૃતિક વારસાની ભવ્યતા દર્શાવતી ઝાંખી પ્રસ્તુત કરી; રાજસ્થાનના મુખ્યમંત્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી સરદાર પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી.

ભારત પર્વની ઉજવણી આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડી આપણા સાંસ્કૃતિક મૂલ્યોનું સન્માન કરવા માટેનું અદ્ભુત મંચ પૂરું પાડે છે : રાજસ્થાનના મુખ્યમંત્રી

ગુજરાતની ભૂમિ માત્ર વિકાસ અને આધુનિકતાની જ નહીં પરંતુ, આધ્યાત્મિકતાની ભૂમિ પણ છે, અહીંના વિવિધ મંદિરો આધ્યાત્મિક શાંતિના પ્રતિક છે : મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા

Related posts

Leave a Comment