હિન્દ ન્યુઝ, વડોદરા
મદદનીશ નિયામક રોજગાર કચેરી, વડોદરા અને જિલ્લા સૈનિક કલ્યાણ તથા પુનર્વસવાટ કચેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સૈનિક કુમાર છાત્રાલય ભવન, છાણી રોડ ખાતે માત્ર એક્સ સર્વિસમેન માટે રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર શિબિર યોજાઈ.
આ ભરતી મેળામાં ઓફિસર, સિક્યુરિટી ઓફિસર, સિક્યુરિટી ગાર્ડ, ઓફિસ વર્ક, ઓપરેશન મેનેજર સહિતની વિવિધ પદો માટે કુલ ૨૦૦ જેટલી ખાલી જગ્યાઓ અંગે માહિતી આપવા ૧૪ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમની દ્વારા એક્સ સર્વિસમેન ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જેમાંથી ૮૦ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન મદદનીશ નિયામક (રોજગાર) અલ્પેશ ચૌહાણ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કર્નલ ડૉ. કમલપ્રીત સાગી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરી, લીડ ડિસ્ટ્રિક્ટ બેંક મેનેજર અમિતકુમાર તેમજ CED અને BSVSના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારીઓ દ્વારા એક્સ સર્વિસમેનને રોજગાર અને સ્વરોજગારની તકો, લોન સહાય, અનુબંધમ પોર્ટલ, NCS પોર્ટલ, વિદેશી રોજગાર (Overseas Employment), કરિયર માર્ગદર્શન તથા Safe Legal Migration જેવા મહત્વના વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
