કાંકરેજ: ઇસરવા અને તેરવાડા વચ્ચે આવેલ નર્મદા મુખ્ય કેનાલ ઉપર નો પુલ જર્જરિત.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનાં ઈસરવા અને તેરવાડા ગામ વચ્ચે આવેલાં નમૅદા કેનાલ ઉપર નો પુલ જર્જરિત હોવાથી ત્યાંના સ્થાનિક લોકોમાં જીવનું જોખમ વધું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભારે વાહનોની અવરજવર હોવાથી પુલ જર્જરિત હોવાનાં કારણે ગમેત્યારે પુલ ધરાશાઈ થાય તો જવાબદાર કોણ. લોકોમાં ડર દેખાઈ રહ્યો છે લોકો કહીં રહ્યાં છે કે અમારે અમરા પરિવાર તેમજ પશુપાલન ને ખેતરોમાં અવરજવર હોવાથી ડર લાગતો હોય છે. સ્થાનિક લોકો તેમજ ગામનાં સરપંચે મિડિયા સમક્ષ જણાવ્યું હતું અમે તંત્ર ને અપીલ કરીએ છીએ પુલ રીપેરીંગ કરવાની. જો તાજકાલિક રીપેરીંગ નહીં થાય તો કોય પણ પ્રકારની જાનહાનિ થાશે તો એની જવાબદારી તંત્રની રહેશે. શું સરકાર રીપેરીંગ કરવા માટે પગલાં લેશે ખરાં. એતો અવનારો સમયજ બતાવશે.