કચ્છ ખાતે ‘આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)’ ની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ,

     આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – કચ્છ જિલ્લા ની બેઠક જીલ્લા કાર્યાલય ખાતે મળી હતી. તેમાં સાથી સંગઠન રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ અને ઓજસ્વીની ના હોદેદારો હાજર રહ્યા હતા. એએચપી ના ગુજરાત પ્રદેશ ના મહામંત્રી શશિકાંતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સંસ્થાપક અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડિયા ની સુચના અનુસાર સમગ્ર કચ્છ જિલ્લા માં છઠ્ઠા નોરતાં થી દસેરા સુધી માં ગામેગામ અને શહેરી વિસ્તારમાં એક્સો જગ્યાએ બાલિકા – કન્યા પુજન અને દોઢસો જગ્યાએ શસ્ત્ર પૂજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

     આ મીટીંગ માં માર્ગદર્શન આપતા શશિકાંતપટેલ એ જણાવ્યું હતું કે, આ બંને કાર્યક્રમો દ્વારા સમગ્ર હિન્દુ સમાજ માં સનાતન ધર્મ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધાનો સંચાર થશે અને જાગૃતિ આવશે. એમણે ડો.પ્રવિણભાઈ તોગડિયા નો સંદેશ ઘરોઘર પહોંચાડવા આહવાન કર્યું હતું. એએચપી ના કચ્છ જિલ્લાના અધ્યક્ષ કમલેશભાઈઠક્કર એ જણાવ્યું હતું કે ગયા વર્ષે એએચપી કચ્છ જિલ્લા એ પંચોતેર સ્થાનો પર કન્યા પુજન, શસ્ત્ર પૂજન કર્યું હતું. આ વખતે ઉપર મુજબ ના સ્થાનો પર આ કાર્યક્ર્મ કરવામાં આવશે. આ મીટીંગ માં એએચપી કચ્છ જિલ્લા ના મહામંત્રી પ્રજ્ઞેશભાઈ ચોથાણી, પશ્ર્ચિમ કચ્છ જિલ્લા અધ્યક્ષ રાજેશભાઈ જેઠી, રાષ્ટ્રીય મહિલા પરિષદ ના કચ્છ જિલ્લાના અધ્યક્ષા ક્રિષ્નાબેન ઠક્કર, રાષ્ટ્રીય બજરંગ દળ ના કચ્છ જિલ્લાના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, રાષ્ટ્રીય મહિલા પરિષદ ના પશ્ર્ચિમ કચ્છ જિલ્લા અધ્યક્ષા મિતાબેન શાહ, એએચપી ના પશ્ર્ચિમ કચ્છ જિલ્લા ના મહામંત્રી કરસનભાઈ આહિર, મંત્રી ચેતનભાઈ ઠક્કર, ભુજ શહેર એએચપી ના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ જે. જાડેજા, ઉપાધ્યક્ષ જાગીરસિંહ સરદાર, રાષ્ટ્રીય બજરંગ દળ ના પશ્ર્ચિમ કચ્છ જિલ્લા અધ્યક્ષ વિરેન્દ્રસિંહ એમ. જાડેજા, ઓજસ્વીની નાપશ્ર્ચિમ કચ્છ જિલ્લા અધ્યક્ષા હનીબેન ઠક્કર વગેરે હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment