અતિ-કુપોષણમાંથી તંદુરસ્ત બાળપણ તરફ – આદિતીની પ્રેરણાદાયક સફર

હિન્દ ન્યુઝ, વડોદરા

વડોદરા જિલ્લાના ડેસર-૩ આંગણવાડી કેન્દ્રની નાનકડી આદિતી પરમાર ક્યારેક માત્ર ૧ વર્ષની ઉંમરે ગંભીર કુપોષણના જોખમમાં હતી. વજન હતું માત્ર ૫.૨ કિલોગ્રામ – બાળપણ જોખમમાં હતું.

મહિલા અને બાળ વિકાસ વિભાગના પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ આદિતીને ખાસ સારવાર અને પોષણયુક્ત આહાર મળ્યો. માત્ર ૧૪ દિવસમાં જ ચમત્કારિક બદલાવ – વજન વધીને ૭.૮ કિલોગ્રામ થયું અને આદિતી કુપોષણના લાલ ઝોનમાંથી બહાર આવી, હવે લીલા (સામાન્ય) ગ્રેડમાં છે.

રાજ્ય સરકારે બાલ શક્તિ પેકેટો આપવાની પહેલ કરી છે જેથી વડોદરા જિલ્લાના ૯૭ આંગણવાડી કેન્દ્રોમાં હજારો બાળકોને યોગ્ય પોષણ મળી રહે અને તેમનું વજન-આરોગ્ય બંને સુધરે.

Related posts

Leave a Comment