શ્રી માંગરોળ તાલુકા આહીર સમાજ દ્વારા 8 મો સરસ્વતી સન્માન સમારોહ વી.એમ.ચાંડેરા કોલેજ ખાતે યોજાયો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના વી.એમ.ચાંડેરા કોલેજ ખાતે 8 મો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરાઓ અનુસાર આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ નાની બાળાઓ દ્વારા આમંત્રિત મહેમાનો નું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આમંત્રિત મહેમાનો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું

ત્યાર બાદ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો દ્વારા સમાજ ના ઉતકર્સ વિસે વિવિધ સુંદર વિસ્તૃત પોતાના અલગ અલગ મંતવ્યો આપ્યા હતા અને આ આ પ્રસંગે યોગ્ય કારકિર્દી વિશે વિદ્યાર્થીઓ અને વાલીઓને જીવનમાં કારકિર્દીની પસંદગી અંગે ખૂબ જ મહત્વની જાણકારી અને ઉપયોગી માર્ગદર્શનો પુરા પાડયા હતા અને એવું પણ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા ઉત્તિર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને કારકિર્દી પસંદગી આ બાબતે ખૂબ મહત્વની બાબત હોય છે અને તેમાં વિદ્યાર્થી ઓ અને વાલીઓ એ ગંભીરતાપૂર્વક વિચારણા કરી તેની પસંદગી કરવી જોઈએ કારણકે તે જીવનમાં આગળ વિકાસ અને પ્રગતિમાં ખૂબ જ મહત્વની બની રહે છે દરેક મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને ખાસ કરીને ભણતરમાં સર્વશ્રેષ્ઠ પરિણામ આપવા પ્રેરણા ઓ આપી હતી

અને આ તકે ઉપસ્થિત સહુ કોઈ દ્વારા તાળી ઓ ના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠતું હતું

માંગરોળ તાલુકા આહીર સમાજ દ્વારા 8 માં સરસ્વતી સન્માન સમારોહ માં સમાજ દ્વારા અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ નું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરાયા હતા અને હવે પછીનો 9 મો સન્માન સમારોહ નગીચાણા ખાતે યોજવામાં આવશે એવી પણ આ તકે જાહેરાત કરવામાં આવી હતી

આહીર સમાજના ભામાસા એવા ભીખુબાપા નું સાલ ઓઢાળી સમાજ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે વિશિષ્ટ સિદ્ધિ ઓ તેમજ શ્રેષ્ઠ દાનવીર તરીકે સમાજમાં ખુબજ મોટું નામ ધરાવતા એવા જગમાલભાઈ વાળા, ડે. કલેકટર તરીકે ફરજ બજાવતા એવા મોનિકા બહેન ભેડા તેમજ મસરિભાઈ પીઠીયા નું પણ આ તકે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

સાથે સાથે આંદોલનકારી પ્રવિણભાઈ રામ કે જેઓ ને હાલમાજ ” દિલ્હી ખાતે અટલ સ્મૃતિ સન્માન ” નામના એવોર્ડ્સ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમનું પણ આહીર સમાજ વતી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું

તેમજ આહીર જ્ઞાતિ રત્ન એવા પરબતભાઇ વિરાભાઈ નંદાણીયા કે જેઓએ પથ્થરની ખાણો ના મજૂરો નું અભિયાન અંતર્ગત પી.એચ.ડી.કરવા બદલ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું

સરસ્વતી સન્માન સમારોહ ના તેજસ્વી તારલા ઓને પ્રોત્સાહિત કરવામાટે કોઈપણ સેવાકીય પ્રવૃત્તિ ઓમા જેમનું નામ હંમેશા લોકો દ્વારા અગ્રેસર જ લેવામાં આવતું હોય છે તેવા આહિર સમાજના જ ખૂબ જ સેવાભાવી વ્યક્તિ તરીકે દૂર દૂર સુધી જેમનું નામ લેવામાં આવતું હોય છે એવા સદભાવના હોસ્પિટલના ડો.નિલેશભાઈ રામ કે જેવો દ્વારા દરેક તેજસ્વી તારલાઓ ઓને સ્મૃતિ રૂપે સિલ્ડ આપવામાં આવ્યા હતા તેમજ શ્રી વિ.એમ ચાંડેરા કોલેજના ડો. વેજાભાઇ ચાંડેરા દ્વારા દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી એવી શૈક્ષણિક કીટ સ્મૃતિ રૂપે આપવામાં આવી હતી

સાથે સાથે ખુબજ સેવાભાવિ તેમજ લોકો માટે કાંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા એવા ડો. નિલેશભાઈ રામ કે જેઓ માંગરોળ ખાતે ની સદભાવના હોસ્પિટલ ખાતે પણ વિવિધ નિઃશુલ્ક કેમ્પો અવાર નવાર યોજી ગરીબ અને નિરાધાર લોકો ને કોઈ ને કોઈ રીતે મદદરૂપ થતા રહેતા હોઈ છે સાથે એવાજ સેવા ભાવિ અને કોઈ પણ સેવાકીય પ્રવૃતિઓ માં હર હંમેશ
અગ્રેસર જ રહેતા હોઈ છેj એવા મિલનભાઈ બારડ (આહીર સરકાર) ના હુલામણા નામથી ઓળખાતા આ સેવાભાવી ની પણ સેવાઓ પણ અદભુત રહેતી હોય છે

શ્રી માંગરોળ તાલુકા આહીર સમાજ દ્વારા યોજવામાં આવેલ 8 માં સરસ્વતી સન્માન સમારોહ માં ખાસ ઉપસ્થિત એવા દેવાતભાઈ વાઢેર,રાજુભાઇ ભેડા, નાજાભાઈ રામ,,નગાભાઈ નંદાણીયા,પુનિતાબહેન પીઠીયા,કાનાભાઈ રામ, જેઠાભાઇ નંદાણીયા,મુળુભાઇ નંદાણીયા,ગોવાભાઇ ચાંડેરા, હમીરભાઇ હડિયા,પુંજાભાઈ બારૈયા,મહેન્દ્રભાઈ નંદાણીયા સહિત અગ્રણીઓ તેમજ આહીર સમાજના ભાઈઓ તથા બહેનો તેમજ વિદ્યાર્થીઓ ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમને અંતે ઉપસ્થિત દરેક માટે ચા-પાણી તેમજ નાસ્તાની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી જેમના દાતા નગીચાણા ના રહેવાસી તેમજ હાલ ( કતાર )ખાતે રહેતા એવા જગદીશભાઈ પિઠીયા દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી
આમંત્રિત મહેમાનો નું શબ્દોથી સ્વાગત ગોવિંદભાઈ ચોચા (એડવોકેટ) દ્વારા કરવામાં આવ્યું હતું
સમગ્ર કાર્ય ક્રમ નું ખુબજ સુંદર સંચાલન હરદાસભાઈ વાળા તેમજ જગમાલભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું

કાર્યક્રમના અંતે વેજાભાઇ પીઠીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી

માંગરોળ તાલુકા આહીર સમાજ દ્વારા યોજવામાં આવેલા 8 માં સરસ્વતિ સન્માન સમારોહ ને સફળ બનાવવા માટે રાત દિવસ જોયા વગરજ આહીર સમાજ ના અગ્રણીઓ તેમજ યુવાનો દ્વારા ખુબજ જહેમજ ઉઠાવવામાં આવી હતી

રિપોર્ટ : મીલન બારડ (માંગરોળ)

Related posts

Leave a Comment