સાણોદર ગામની સીમ માંથી શ્રાવણીયો જુગાર રમતા ૦૮ ઇસમોને રોકડ તથા જુગારના સાહિત્ય તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ. ૨૩,૭૩૦/- સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઘોઘા પોલીસ ટીમ

ભાવનગર,

મે.ડી.આઇ.જી.પી. અશોકકુમાર યાદવ તથા મે.એસ.પી. જયપાલસિંહ રાઠૌડ ની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર ના માર્ગદર્શન હેઠળ ઘોઘા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. પી.આર.સોલંકીએ સ્ટાફના માણસોને પ્રોહિ જુગાર અંગે સખ્ત પગલા લેવા સુચના કરતા જે આધારે PC મહાવિરસિંહ વાઢેર ની ખાનગી રાહે બાતમી હકિકત આધારે ઘોઘા પો.સ્ટે.ના સ્ટાફના માણસોએ સાણોદર ગામની સીમમાં મહેન્દ્રસિંહ ઉર્ફે ભોડુભા અજીતસિંહ ગોહિલની વાડીના શેઢે જુગાર અંગે રેઇડ કરી છ ઇસમો જેમાં (૧) વલ્લભભાઇ ગફુલભાઇ પટેલીયા (ર) હરીભાઇ સવજીભાઇ સંભાળીયા (૩) રાકેશભાઇ ઘીરૂભઇ ચૌહાણ (૪) જીવરાજભાઇ કાળુભાઇ ચૌહાણ (પ) ઉપેન્દ્રસિહ ચંદુભા ગોહિલ (૬) ધનરાજસિહ ભરતસિહ ગોહિલ (૭) સંજયભાઇ મનશુખભાઇ રાઠોડ (૮) નરેશભાઇ વાઘજીભાઇ સોલંકી રહે. નંબર (૧) થી (૭) સાણોદર ગામ તા.ઘોઘા જી. ભાવનગર તથા નં. (૮) લાકડીયાગામ તા.ઘોઘા જી. ભાવનગર વાળાઓને ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૧૬,૬૮૦/ તથા મોબાઇલ નંગ-૬ મળી કુલ રૂ.૨૩,૭૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગાર કેસ શોધી કાઢેલ છે, આ કામગીરીમાં PSI પી.આર.સોલંકી ની સુચનાથી HC ભગીરથસિંહ ગોહિલ તથા HC મુકેશભાઇ ચુડાસમા તથા PC હરેશભાઇ ચૌહાણ તથા PC મહાવીરસિંહ વાઢેર તથા PC કૃષ્ણરાજસિંહ ગોહિલ તથા PC હિતેન્દ્રસિંહ ગોહિલ તથા PC અનિલભાઇ મકવાણા તથા PCમહેન્દ્રભાઇ હરકટ તથા PC વિશ્ર્વરાજસિંહ વાઘેલા તથા PCયશપાલસિંહ ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયેલ હતા.

રિપોર્ટ : મયુર જાની, ભાવનગર

Related posts

Leave a Comment