મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રૂ.૧૦૦૦ કરોડથી વધુની ફાળવણી

કોડીનાર,

પારદર્શી અને લોકાભિમુખ વહિવટની નેમને સાર્થક કરનાર રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે રાજ્યભરની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કુલ રૂ.૧,૦૦૦ કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ગીર સોમનાથ જીલ્લાની તમામ નગરપાલિકાને માન.મંત્રી વાસણભાઇ આહિર ના અધ્યક્ષ સ્થાને કલેક્ટર ઓફિસ ઈણાજ ખાતે યોજાયેલ જેમાં કોડીનાર નગરપાલિકાને રૂ.૧,૧૨,૫૦૦૦૦/- અંકે રૂપિયા એક કરોડ બાર લાખ પચાસ હજાર નો ચેક નગરપાલિકા પ્રમુખ ફાતેમાબેન જુણેજા, ઉપ.પ્રમુખ સુભાષભાઈ ડોડીયા તથા ચીફ ઓફિસ પુજારા ની હાજરીમાં આપવામાં આવેલ છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી રાજ્યના વિકાસની વણથંભી યાત્રાને આગળ વધારી શહેરોના સંતુલિત વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આજે ૪૫ ટકા કરતાં પણ વધુ વસ્તિ શહેરોમાં વસવાટ કરે છે ત્યારે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્રને સાર્થક કરી રાજ્ય સરકાર તમામ પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા કૃતનિશ્ચયી છે.

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શુદ્ધ પીવાનું પાણી, ભુગર્ભ ગટર, પાકા રસ્તાઓ, ફાટકમુક્ત શહેર અને તળાવોના બ્યુટીફિકેશન સાથે શહેરો રહેવા અને માણવા લાયક બને તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. કોરોનાના કપરાકાળમાં પણ આ વિકાસયાત્રા અટકે નહીં તથા વોટર સરપ્લસ અને વૃક્ષ જતન દ્વારા શહેરો ક્લિન એન્ડ ગ્રીન બને તે દિશામાં તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ સતત કાર્યરત રહેવાનું છે.

રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર

Related posts

Leave a Comment