હિન્દ ન્યુઝ, રાજકોટ
ભારતીય માનક બ્યુરો, રાજકોટ દ્વારા તા.૨૧ માર્ચના રોજ “વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ” ની ઉજવણી નિમિત્તે આર.પી.જે. હોટલ ખાતે સેમિનાર યોજાયો હતો, જેમાં ગ્રાહક અધિકાર, ગ્રાહક સુરક્ષા વગેરે અંગે નિષ્ણાતોએ વક્તવ્ય આપ્યું હતું.
“ટકાઉ જીવનશૈલી તરફ એક ન્યાયી સંક્રાતિ”થીમ આધારિત યોજાયેલ ઇ કાર્યક્રમમાં ભારતીય માનક બ્યુરો, રાજકોટના ડાઇરેકટર પારિજાત શુક્લાએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમનો હેતુ, ગ્રાહકના અધિકારો, ફરજો તેમજ તેમની સુરક્ષા માટે કાર્યરત ભારતીય માનક બ્યુરો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.૭૬૯ ઉત્પાદનોમાં નિર્માણ, આયાત અથવા વેચાણ માટે બી.એસ.આઇ. દ્વારા અપાતા માનક ચિન્હ વિશે પણ જાણકારી આપી હતી.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ગ્રાહકો તેમજ ઉદ્યોગોના હિતને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ છે, જેમ કે ધોરણો બનાવવા, ઉત્પાદનનું પ્રમાણપત્ર (ISI ચિન્હ), હોલમાર્કિંગ વગેરે પર કામ કરે છે.
સાયન્ટીસ્ટ-ડી સત્યેન્દ્ર પાંડેએ ગ્રાહક અધિકારો કયા કયા છે, ગ્રાહકોની સુરક્ષા માટે ટોલ ફ્રી 1915 નંબર, પોર્ટલ, સહિત સહિત બાબતે માર્ગદર્શન આપી કહ્યું હતું કે, કોઈ પણ વસ્તુની ખરીદી કરવામાં આવે ત્યારે બિલ અવશ્ય લેવુ જોઈએ, વસ્તુની ખરીદીનો આધાર બિલ છે, માટે વેપારી પાસેથી બિલ અવશ્ય મેળવવુ જોઈએ.