આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

તા. ૧૪/૦૨/૨૦૨૫ ના રોજ સાંજના ૧૮-૦૦ કલાક થી તા. ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાન પુર્ણ થતા સુધી અને મતગણતરીના દિવસ એટલે કે તા.૧૮/૦૨/૨૦૨૫ ના દિવસને – ડ્રાય ડે” તરીકે જાહેર

હિન્દ ન્યુઝ, આણંદ

             ગુજરાત રાજય ચુંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચુટણી, પેટા ચૂંટણીઓ જાહેર થયેલ છે. તે મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ (આંકલાવ, બોરીયાવી, ઓડ) ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન તથા ઉમરેઠ નગરપાલિકાની ૦૧ બેઠક (વોર્ડ નં.૦૪) અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠક (૨૪-ઉદેલ-૨) પર પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ છે. આ ચૂંટણીઓમાં થયેલ મતદાનની મતગણતરી તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાશે.

ચુંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવારો કે રાજકીય પક્ષોના તરફથી મતદારોને પ્રલોભન રૂપે દારૂ તેમજ નશાયુક્ત પદાર્થ આપે નહીં અને ચુંટણીનું કામ નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે જિલ્લામાં આવેલી કેફી પદાર્થોનું વેચાણ કરતી દુકાનો (લીકરશોપ) હોટલો રેસ્ટોરન્ટ, કલબો તથા બીજી સંસ્થાઓને દારૂનું વેચાણ કરવા સામે આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ અધિકારતી રૂએ એક જાહેરનામા દ્વારા તા.૧૪/૦૨/૨૦૨૫ ના રોજ સાંજના ૧૮-૦૦ કલાક થી તા. ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાન પુર્ણ થતા સુધી અને મતગણતરીના દિવસ એટલે કે તા.૧૮/૦૨/૨૦૨૫ ના દિવસને -ડાય ડે” તરીકે જાહેર કર્યો છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લાની ૦૩ (આંકલાવ, બોરીયાવી, ઓડ) નગરપાલિકાઓમાં સમાવિષ્ટ વિસ્તાર, ઉમરેઠ નગરપાલિકાની વોર્ડ નં.૦૪ અને ખંભાત તાલુકા પંચાયતની ૨૪-ઉદેલ-૨ની બેઠકમાં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગોમાં આવેલ, દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, કલબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલ જેઓને દારૂ રાખવાનું અને પુરો પાડવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય તે તેમજ વ્યક્તિગત દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પરમીટ આપેલ હોય તેવી વ્યક્તિઓને તા. ૧૪/૦૨/૨૦૨૫ ના રોજ સાંજના ૧૮-૦૦ કલાકથી તા. ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાન પુર્ણ થતા સુધી અને મતગણતરીના દિવસ એટલે કે તા.૧૮/૦૨/૨૦૨૫ ના દિવસે દારૂ વેચાણ કરવા/પીરસવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે, અને આ સમયગાળાને “ડ્રાય ડે” તરીકે જાહેર કરવામાં આવે છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.

Related posts

Leave a Comment