આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

હિન્દ ન્યુઝ, આણંદ

                તા.૧૬-૦૨- ૨૦૨૫ ના રોજ યોજાનાર છે, જેમાં ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી બીન અધિકૃત રીતે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લઈ જવા-પરત લાવવા વાહનોનો ઉપયોગ કરવાની સંભાવના છે. જેથી વાહનોના આવા દુરૂપયોગના કારણે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સંઘર્ષ, આક્ષેપો, પ્રતિ આક્ષેપો થવાની અને તેના કારણે ચુંટણીની નિષ્પક્ષતા જોખમાવાનો પુરો સંભવ છે. જેથી, ઉમેદવારો, રાજકીય પક્ષો માટે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લાવવા, પરત લઈ જવાની ગેરકાયદેસરની સગવડ આપી મતદારને અનઅધિકૃત દબાણ, પ્રલોભન આપવા ઉપર તથા મતદાનના દિવસે ઉમેદવારો તથા તેમના એજન્ટ દ્વારા વાપરવામાં આવતા વાહનો વગેરે બાબતો પરત્વે પ્રતિબંધ/નિયંત્રણ ફરમાવવુ જરૂરી જણાતા આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ અધિકારતી રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધ/નિયંત્રણ ફરમાવ્યા છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદાનના દિવસે ફોરવ્હીલ ગાડીમાં ડ્રાઈવર સાથે પાંચ વ્યકિતથી વધારે બેસી શકાશે નહીં તેમજ ઉમેદવાર અથવા તેના એજન્ટ માટે ફાળવવામાં આવેલ વાહનનો ઉપયોગ કોઈ બીજી વ્યકિત દ્વારા થઈ શકશે નહી.

મતદાનના દિવસે કોઈ પણ ઉમેદવાર તેમના મતક્ષેત્ર દીઠ એક વાહન પોતાના ઉપયોગ માટે, એક વાહન તેમના એજન્ટ માટે તેમજ વધારામાં એક વાહન તેમના કાર્યકર્તાઓ અથવા પક્ષના કાર્યકર્તાઓ માટે વાપરી શકશે. ઉપયોગમાં લેવાનાર વાહન ઉમેદવારે તેના સક્ષમ અધિકારીશ્રી પાસે નોંધણી કરાવવાનું રહેશે અને નોંધણી કરાવેલ વાહનની પરમીટ તેઓશ્રી પાસેથી મેળવી તે અસલ પરમીટ વાહનની ઉપર સહેલાઇથી દેખાઇ આવે તે રીતે વીન્ડસ્ક્રીન પર ચોંટાડવાની રહેશે.

મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદારોને મતદાન મથકે નિઃશુલ્ક લઈ જવા તથા પાછા લાવવા વાહન પુરૂ પાડવાની સગવડ આપી મતદાર ઉપર અનઅધિકૃત દબાણ/પ્રલોભન ઉભું કરવા સામે મનાઈ ફરમાવવામાં આવે છે.

આ પ્રતિબંધ/નિયંત્રણ આણંદ જિલ્લાની ૦૩ (આંકલાવ, બોરીયાવી, ઓડ) નગરપાલિકાઓમાં સમાવિષ્ટ વિસ્તાર, ઉમરેઠ નગરપાલિકાની વોર્ડ નં.૦૪ અને ખંભાત તાલુકા પંચાયતની ૨૪-ઉદેલ-૨ની બેઠકમાં સમાવિષ્ટ વિસ્તારને લાગુ પડશે. આ હુકમનું ઉલ્લંધન કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ ને આધીન શિક્ષાને પાત્ર ઠરશે.

Related posts

Leave a Comment