ભાભર,
આ કોરોના ના ની બીમારી માં ગરીબો ને મફત અનાજ વિતરણ કરવાનું ઉપરથી આયોજન સરકાર તરફથી થયેલ પણ અમૂક ચાંચીયા ઘરભરાઉં અનાજ સંચાલન દુકાન દારો દ્વરા ખરેખર ગરીબ પરિવાર ને લાભો થી વંચીત રાખેલ છે, ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ત્યારે આ ગામના લોકો ની બનાસકાંઠા જિલ્લા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ની ટીમે જાત મુલાકાત કરતા ત્યાં ના પીડિત લોકો એ જણાવેલ કે જે વાવ તાલુકા ના મિઠાવીચારણ ગામે આ અનાજ ની દુકાન સંચાલન માથાભારે હોય ગરીબો ને અનાજ આપેલ નથી તેમજ એક ગ્રાહક નું રેશનકાર્ડ ફાડી નાખેલ છે. શું સરકારે આપેલ પરિવાર નો આધાર એટલે કે રેશનકાર્ડ ફાડી નાખવું એ યોગ્ય છે, શું કોઈ ના આધાર પુરાવા ફાડી નાસ કરવા એ કાયદાકીય રીતે કસૂરવાર સામે સખત પગલાં ના લહી શકાય ? આ બાબતે ત્યાં ના સરપંચ પી.ડી. ગઢવી એ મીડિયા સમક્ષ જણાવેલ કે આ બાબતે રજુવાત ની મારી પાસે પણ 10, અરજીઓ આવેલ છે અને વાત સાચી છે જ્યારે ત્યાં ના પીડિત ગ્રાહક કો એ જણાવેલ કે અમે આગળ રજુવાત કરેલ પણ કોઈ ન્યાય મળેલ નથી તો શું ખરેખર આ પીડિત ને ન્યાય મળશે ખરો? ત્યારે આ પીડિત પરિવાર ને ન્યાય આપવા ની કિસાન ક્રાતિ ટીમે ખાત્રી આપી હતી.
રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર