થાનગઢ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ની ૬૫માં જન્મદિવસ નિમિતે ઉજવણી……

થાનગઢ,

ગુજરાત રાજ્ય ના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ને 65 માં જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવતા થાનગઢ નગરપાલિકા તેમજ નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ ભગત તેમજ થાનગઢ શહેર ભાજપ સંગઠન તેમજ થાનગઢ નગરપાલિકા દ્વારા સમગ્ર ગામ ને સેનિટાઈઝેશન કરવામાં આવ્યું.

ત્યારબાદ ગામ લોકોના આરોગ્ય ની સલામતી માટે છેલ્લા 7 દિવસ થી સતત ઉકાળા વિતરણ કરવામાં આવ્યું. તેમજ આજ ગત રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિન નિમિતે થાન માં બપોરે 3:00 કલાકે થાનગઢ માં ગરીબ લોકોને માસ્ક વિતરણ તેમજ ગરીબ દર્દીઓ ને ફ્રુટ વિતરણ ત્યારે બાદ નાના નાના ભૂલકા ઓ ને નમકીન અને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ

Related posts

Leave a Comment