રાજયના ૯૩ લાખ પરિવારોને રાંધણ ગેસના બાટલામાં મળવાપાત્ર સબસીડીની રકમ તાત્કાલીક ધોરણે લાભાર્થીઓના ખાતામાં કયારે મળશે.

રાજકોટ

રાજયના ૯૩ લાખ પરિવારોને રાંધણ ગેસના બાટલામાં મળવાપાત્ર સબસીડીની રકમ તાત્કાલીક ધોરણે લાભાર્થીઓના ખાતામાં જમા થાય, અને ગેસ એજન્સીઓ દ્વારા પણ આ પ્રકારના લાભાર્થીઓને સાચી માહિતી પુરી પાડવામા આવે, કેટલીક એજન્સીઓ દ્વારા લાભાર્થીઓ સાથે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. ત્યારે જે તે જીલ્લાના પુરવઠા અધિકારી મારફત આનુ સતત મોનીટરીંગ થવું જોઈએ અને ગરીબ અને મદ્યમવર્ગીના સામાન્ય માણસને સરકાર તરફથી પરેશાની ન થાય અને તેને મળવાપાત્ર તેનો હકક અને લાભ તાત્કાલીક પ્રાપ્ત થાય તે બાબતે આપના માધ્યમથી ન્યાયોચિત કાર્યવાહી કરવા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને શહેર પ્રમુખ મનીષાબા વાળાની આગેવાનીમાં કલેકટરને આવેદન આપેલ.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Related posts

Leave a Comment