રાજકોટ,
રાજકોટ શહેર મોટાભાગની બજારોમાં ધરાકી ઓછી હોવાથી સોની બજારના રાજકોટ ગોલ્ડ ડિલર એસોસીએશન દ્વારા તા.૨૬મી થી તા.૩૧ ઓગસ્ટ સુધી સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે આજે ફરી રાબેતા મુજબ શરુ થઇ છે. અને સરકારની ગાઈડલાઈન મુજબ રાતના ૮ વાગ્યા સુધી બજાર ખુલ્લી રહેશે. આ અંગે રાજકોટ ગોલ્ડ ડિલર એસોસીએશનના પ્રમુખ ભાયાભાઇ સોહલીયાએ જણાવ્યું હતું કે સોનીબજાર ખુલતા જ સાવચેતીના ભાગરૂપે સવારે સેનેટાઈઝર છંટકાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આજથી ફરી રાબેતા મુજબ સોનીબજાર ફરી ધમધમવા લાગી છે. અને વેપારીઓએ શો-રૂમ ખોલ્યા હતા. ત્યારે રાજય સભાના સાંસદ અને ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ દ્વારા સાવચેતીના ભાગરૂપે સોનીબજારમાં પોતે રૂબરૂ જઇ અને સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ