નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા વિવધ રમત સ્પર્ધાઓનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર

                માય ભારત જામનગર (નેહરુ યુવા કેન્દ્ર જામનગર) દ્વારા તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાએ રમત-
ગમત કાર્યક્રમનુ આયોજન હાથ ધરવામાં આવનાર છે. યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કાર્યરત માય ભારત
જામનગર દ્વારા જામનગર જિલ્લાના જામનગર, કાલાવડ અને ધ્રોલ તાલુકા સ્તરે રમત ગમતના કાર્યક્રમનું આયોજન થનાર છે,
તેમજ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ પણ રમત ગમત સ્પર્ધાઓ યોજાશે.જેમાં ભાગ લેવા માંગતા યુવા મિત્રોએ માય ભારત
પોર્ટલ પર પોતાનું રજીસ્ટેશન કરાવવાનું રહેશે. જેમાં યુવકો માટે કબડ્ડી અને ૧૦૦ મીટર તથા ૪૦૦ મીટરની એથ્લેટીક્સ રેસ
તેમજ મહિલાઓ માટે ખો-ખો, ૧૦૦ મીટર એથ્લેટિક્સ રેસ તેમજ લાંબી કૂદ જેવી રમતોમાં ભાગ લઈ શકાશે. કાર્યક્રમની
વિશેષ માહિતી માટે યુવાઓએ mybharat.gov.in પોર્ટલની મુલાકાત લેવા જિલ્લા યુવા અધિકારી નેહરુ યુવા કેન્દ્ર જામનગર
દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment