જામનગરમાં ઉંદર પકડવા માટેની(glue trap) ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, જામનગર

સમગ્ર જામનગરમાં ઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગ્લુટ્રેપ, ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ/ glue trap પર પ્રતિબંધ
મુકવામાં આવ્યો છે. આ પ્રકારના ગ્લુ ટ્રેપને કારણે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ- 1960 ના નિયમ 11 ની પેટા કલમ (5)
નો ભંગ થાય છે અને નિર્દોષ ઉંદરને યાતના ભોગવવી પડતી હોવાથી સમગ્ર જામનગર જિલ્લામાં ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ
અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિર્દેશો કરવામાં આવ્યા છે.

ઉંદરોનું નિયંત્રણ થાય તે ઈચ્છનીય છે. પરંતુ તે માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-
1960 અને તેના હેઠળના નિયમો સાથે સુસંગત બને તે જરુરી છે. ગ્લુટ્રેપના ઉપયોગથી ઉંદરોને ડીહાઈડ્રેશન, ભૂખમરા,
ગુંગળામણ થાય છે અને તેને ખુબ જ પીડા પહોંચે છે. તેથી ઉંદરોનું ખૂબ જ પીડાદાયક મૃત્યુ થાય છે.

ઉંદરોની વસ્તીના નિયંત્રણ માટે અન્ય માનવીય ઉપાયો પણ અમલમાં મુકવામાં આવ્યા છે. તેથી ગ્લુ ટ્રેપ જેવી પીડાદાયક પદ્ધતિ
પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ સભ્ય સચિવ, પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી, જામનગર અને નાયબ પશુપાલન
નિયામક, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment