માસ્ક ન પહેરનાર સામે થરાદ પોલીસે લાલ આંખ કરી દંડ ફટકાર્યો

થરાદ, 

     વર્તમાન સમયમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો હોઈ બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટે પરિપત્ર જાહેર કરી ફરજીયાત માસ્ક પહેરવા સહિતની ગાઇડલાઇન જાહેર કરી નિયમોનું ચુસ્તપણે અમલીકરણ કરવા અનુરોધ કર્યો છે, તેમજ માસ્ક ન પહેરનારાઓ સામે લાલ આંખ કરી નિયમોનુસાર દંડ ફટકારવાની સતા પોલીસને અપાઈ છે ત્યારે થરાદમાં પોલીસે લાલ આંખ કરી માસ્ક ન પહેરતા લોકોને 200 રૂપિયાનો દંડ ફટકારી માસ્ક પહેરવા અપીલ કરાઈ રહી છે. કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે.

છતાં પણ લોકો માસ્ક પહેર્યા વિના ફરતા જોવા મળી રહ્યાં છે, ત્યારે થરાદ પોલીસ સક્રિય ભૂમિકા ભજવી માસ્ક ન પહેરતા લોકો પાસેથી દંડ વસૂલી નિયમોનું ભાન કરાવી રહી છે, તેમજ થરાદ પોલીસ માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારી માસ્ક ફરજીયાત પહેરવાની અપીલ કરી રહી છે પરંતુ જો દંડ ફટકારી માસ્ક ન પહેરનાર લોકોને એક માસ્ક આપી ફરજીયાત માસ્ક પહેરવાનો સંદેશો પાઠવે તો હજુ પણ લોકજાગૃતિ ખીલવી શકાતી હોઈ દંડની સાથે એક માસ્ક આપે એજ હિતાવહ છે.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment